પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે સશસ્ત્ર દળોને કાર્યવાહી કરવાની છૂટ આપી છે, જેના કારણે ત્રણેય સેનાઓએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું. શ્રી મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં એક જાહેરસભા સંબોધતા આ મુજબ જણાવ્યું.
શ્રી મોદીએ કહ્યું કે, પાકિસ્તાનને ભારતનું પાણી નહીં મળે, ભારતીયોના લોહી સાથે રમવા માટે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. શ્રી મોદીએ ઉમેર્યું કે પાકિસ્તાન સાથે ન તો વેપાર થશે કે ન તો વાતચીત થશે અને વાતચીત ફક્ત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર જ થશે.