મે 22, 2025 10:04 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 18 સહિત દેશના 103 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં બીકાનેરની મુલાકાત લેશે, જ્યાંથી તેઓ 26 હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમૂહૂર્ત, ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનાઓમાં રેલવે, રોડવેઝ, પાવર, વોટર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં 103 પુનર્વિકસિત અમૃત સ્ટેશનોનું પણ ઉદ્ઘાટન કરશે.
જેમાં ગુજરાતના જામનગર, સુરેન્દ્રનગર સહિત 18 સ્ટેશનનો સમાવેશ થાય છે. સાથે જ 19 સ્ટેશનો ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં સ્થિત છે અને મુસાફરો માટે મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરવા માટે આ સ્ટેશનો સંપૂર્ણપણે તૈયાર છે.