મે 20, 2025 10:30 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ઑવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા- OCI પોર્ટલની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ઑવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા- OCI પોર્ટલની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે વિસ્તૃત સુવિધાઓ અને સુધારેલી કાર્યક્ષમતા સાથે, નવું પોર્ટલ નાગરિકલક્ષી ડિજિટલ સંચાલનને પ્રોત્સાહન આપવા માટેનું મોટું પગલું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈ કાલે નવી દિલ્હીમાં નવા O.C.I. પૉર્ટલનો શુભારંભ કરાવ્યો.