મે 17, 2025 6:30 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ રાજસ્થાનના બિકાનેરના દેશનોકથી 103 અમૃત ભારત રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ રાજસ્થાનના બિકાનેરના દેશનોકથી 103 અમૃત ભારત રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવ્યા છે. આકાશવાણી સાથેની વાતચીતમાં, રેલ્વે બોર્ડના માહિતી અને પ્રચાર વિભાગના કાર્યકારી નિયામક દિલીપ કુમારે જણાવ્યું હતું કે, આ સ્ટેશનોને શહેરના કેન્દ્રોની જેમ પુનઃવિકાસ કરવામાં આવ્યા છે, જે પ્રાદેશિક સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરે છે.