મે 15, 2025 9:33 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે- સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રતિબદ્ધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રતિબદ્ધ છે. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સફળ નક્સલ વિરોધી કાર્યવાહી બાદ ગૃહમંત્રી અમિત શાહની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળોની સફળતા દર્શાવે છે કે નક્સલવાદ સામેનું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે.ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે કહ્યું હતું કે સુરક્ષા દળોએ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કુરેગુટ્ટા પહાડી વિસ્તારમાં એક વિશાળ કાર્યવાહીમાં 31 નક્સલીઓને ઠાર કર્યા છે. તેમણે આ સૌથી મોટા ઓપરેશનને આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં નક્સલ મુક્ત ભારતના સંકલ્પ તરફની ઐતિહાસિક સફળતા ગણાવી હતી. શ્રી શાહે કહ્યું કે પ્રતિકૂળ હવામાન અને પર્વતીય ભૂપ્રદેશના મુશ્કેલ પડકારો છતાં, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોએ અદમ્ય હિંમત અને બહાદુરી દર્શાવી. તેમણે કહ્યું કે સરકાર નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવા માટે પ્રતિબદ્ધ છે.અગાઉ, ગઈકાલે બીજાપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ-CRPF ના મહાનિર્દેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે માહિતી આપી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.