મે 14, 2025 8:34 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું, ભારત પાસે આતંકવાદીઓને તેમના ઘરોમાં ઘૂસીને તેમનો ખાતમો કરવાની ક્ષમતા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસ્લામાબાદને કડક સંદેશ આપતા કહ્યું કે પાકિસ્તાનમાં એવુ કોઈ સ્થળ નથી, જ્યાં આતંકવાદીઓ શાંતિથી શ્વાસ લઈ શકે. તેમણે કહ્યું હતું કે, ભારત પાસે આતંકવાદીઓને તેમના ઘરોમાં ઘૂસીને તેમનો ખાતમો કરવાની ક્ષમતા છે. શ્રી મોદીએ પંજાબના હવાઈ મથક આદમપુરમાં વાયુ યોદ્ધાઓ અને સૈનિકો સાથે વાતચીત કરતી વખતે આ વાત કરી હતી.ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી શિબિરોનો નાશ કર્યો છે. અને 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો છે. પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન રાષ્ટ્રની સુરક્ષામાં સશસ્ત્ર દળોની હિંમત, બહાદુરી અને નિષ્ઠાની પ્રશંસા કરી હતી.