મે 13, 2025 2:10 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લઈ સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો હતો. શ્રી મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પર જવાનોને મળવા પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયા સંદેશમાં જવાનો સાથેની તસવીર શેર કરતા શ્રી મોદીએ કહ્યું, આજે સવારે તેઓ A.F.S. આદમપુર ખાતે આપણા બહાદુર વાયુ સેનાના યોદ્ધાઓ અને જવાનો સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ સાહસ, દ્રઢ સંકલ્પ અને બહાદુરીના પ્રતિક સમાન આ જવાનો સાથેની મુલાકાતને વિશેષ અનુભવ ગણાવ્યો.