મે 11, 2025 6:03 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનીશુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનીશુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કેઆ દિવસ દેશના વૈજ્ઞાનિકો પ્રત્યે ગર્વ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને 1998 ના પોખરણપરીક્ષણોને યાદ કરવાનો છે.  શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે આપણા લોકોના બળથી, ભારતટેકનોલોજીના વિવિધ પાસાઓમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે, પછી ભલેતે અવકાશ હોય, કૃત્રિમ બુદ્ધિમાતા હોય, ડિજિટલનવીનતા હોય, ગ્રીન ટેકનોલોજી હોય. પ્રધાનમંત્રીએજણાવ્યું હતું કે, દેશવિજ્ઞાન અને સંશોધન દ્વારા ભાવિ પેઢીઓને સશક્ત બનાવવાની તેની પ્રતિબદ્ધતાની પુષ્ટિકરે છે. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, ટેકનોલોજી માનવતાનું ઉત્થાન કરશે, રાષ્ટ્રને સુરક્ષિત કરશે અનેભવિષ્યના વિકાસને વેગ આપશે.