પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓને વિજ્ઞાન અને વિકાસનો સમન્વય ગણાવી. મન કી બાતની 121મી કડીમાં શ્રી મોદીએ કહ્યું, આ સાયન્સ ગેલેરીમાં આધુનિક વિજ્ઞાનની ક્ષમતા દર્શાવે છે.મન કી બાત કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ જણાવ્યું, છેલ્લા કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારાં મુખ્ય શહેરોમાંનું એક બન્યું છે. તેમણે ઉમેર્યું, અમદાવાદમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં 70 લાખથી વધુ વૃક્ષો લગાવાયાં છે. આ સાથે સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનવાથી અને કાંકરિયા તળાવ જેવાં કેટલાંક તળાવનાં પુન-ર્નિર્માણથી જળાશયોની સંખ્યા પણ વધી ગઈ છે.
Site Admin | એપ્રિલ 27, 2025 6:58 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓને વિજ્ઞાન અને વિકાસનો સમન્વય ગણાવી
