પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષય ઉપર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં ‘મન કી બાત’ કાર્યક્રમનાં પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન A.I.R મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય-PMO તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે.
આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી ‘મન કી બાત’ કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે.
Site Admin | એપ્રિલ 27, 2025 6:53 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 121મી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે
