પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત દરેક આતંકવાદી અને તેમને ટેકો આપનારાઓને શોધી કાઢશે અને સજા આપશે. તેમણે કહ્યું કે આતંકવાદને બક્ષવામાં આવશે નહીં અને ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી ગુનેગારોને શોધી કાઢશે. પ્રધાનમંત્રીએ ગઈકાલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની જિલ્લામાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે ન્યાય સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે અને આખો દેશ આ સંકલ્પ પર અડગ છે.
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે આતંકવાદથી દેશની ભાવના ક્યારેય તૂટી શકશે નહીં,આ ઘટનાથી આખો દેશ દુઃખી છે અને શોકગ્રસ્ત પરિવારોની સાથે ઉભો છે. તેમણે ઉમેર્યું કે માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ ભારતની સાથે છે.
Site Admin | એપ્રિલ 25, 2025 8:24 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી આતંકવાદીઓને શોધી કડક સજા કરશે
