ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 23, 2024 3:39 પી એમ(PM) | #Akashvani AkashvaniNews

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને આજે કિવની રાજધાની યુક્રેન પહોંચ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને આજે કિવની રાજધાની યુક્રેન પહોંચ્યા હતા. કિવ માટે રવાના થતા પહેલાં શ્રી મોદીએ જણાવ્યું કે, તેઓ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા અગાઉની મંત્રણાને આગળ ધપાવવા અને વર્તમાન યુક્રેન સંઘર્ષનાં શાંતિપૂર્ણ ઉકેલ અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવા આશાવાદી છે. તેમણે જણાવ્યું કે, ભારત આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જલ્દી પૂર્વવત થાય તેવી આશા રાખે છે.
1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો શરૂ થયા તે પછી ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત છે. તેઓ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે આર્થિક, કૃષિ, માળખાકીય ક્ષેત્રો, આરોગ્ય અને શિક્ષણ, ફાર્માસ્યુટિકલ્સ, સંરક્ષણ, સંસ્કૃતિ સહિતનાં અનેક મુદ્દે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત રશિયા-યુક્રેન યુધ્ધની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે.
દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીએ આશા વ્યક્ત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુક્રેન મુલાકાતથી રશિયા-યુક્રેન યુધ્ધનો અંત લાવવામાં મદદ મળશે. યુધ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીની યુક્રેનની મુલાકાત અંગે પૂછવામાં આવતા મહામંત્રીના પ્રવક્તા સ્ટીફન દુજારિકે જણાવ્યું કે, અનેક દેશોનાં વડાઓ યુક્રેનની મુલાકાતે જાય છે અને અમને આશા છે કે આ તમામ મુલાકાતોનાં પરિણામે યુએનની સામાન્ય સભાનાં ઠરાવો અને આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરુપ સંઘર્ષનો અંત આવશે.