પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. તેઓ વારાણસીમાં તેઓ 3,884 કરોડ રૂપિયાથી વધુના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે તેઓ 3 હજાર 884 કરોડ રૂપિયાથી વધુના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, શિક્ષણ અને પર્યટનનો સમાવેશ થાય છે તેઓ વારાણસીના મેહદીગંજ ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી વારાણસી ખાતે વિવિધ રોડ, બ્રિજ, ફ્લાયઓવર તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-31 પર 980 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે હાઇવે અંડરપાસ ટનલનો શિલાન્યાસ કરશે.
Site Admin | એપ્રિલ 11, 2025 7:49 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે, ત્રણ હજાર 884 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકામોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે.