એપ્રિલ 9, 2025 9:21 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા વકફ સુધારા બિલ પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંસદ દ્વારા વકફ સુધારા બિલ 2025 પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં મુસ્લિમો સહિત તમામ સમુદાયોના હિતમાં આ બિલ પસાર કરવા બદલ સંસદને અભિનંદન પાઠવ્યા હતા.શ્રી મોદીએ નોંધ્યું કે, વર્ષ 2025ના પહેલા 100 દિવસોમાં, સરકારે માત્ર મહત્વપૂર્ણ નિર્ણયો જ લીધા નથી, પરંતુ ભવિષ્ય માટે મજબૂત પાયો પણ નાખ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અનેક વૈશ્વિક પડકારો છતાં, ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને માત્ર એક દાયકામાં અર્થતંત્ર બમણું થઈ ગયું છે. નક્સલવાદ સામેની લડાઈ અને ઉત્તર-પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું.આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સમાધાન દસ્તાવેજનું પણ અનાવરણ કર્યું. આ દસ્તાવેજ દેશના યુવાનો અને કોલેજો દ્વારા વિકસાવવામાં આવેલા ઉકેલો અને વિચારોનો સંગ્રહ છે. જેમાં વાયુ પ્રદૂષણ, કચરા વ્યવસ્થાપન, નદીઓની સફાઈ, બધા માટે શિક્ષણ અને ટ્રાફિક જામ જેવા પડકારોના ઉકેલો રજૂ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.