એપ્રિલ 6, 2025 7:40 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુમાં ૮ હજાર ૩૦૦ કરોડ રૂપિયાના વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના ચારેય ખૂણાઓને જોડવા માટે, છેલ્લા દસ વર્ષમાં સરકારે માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છે.
રામેશ્વરમમાં પંબન ખાતે વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન અને 8 હજાર 300 કરોડ રૂપિયાના વિકાસકામોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે કહ્યું કે તમિલનાડુના વિકાસે રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપ્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે પ્રાચીન રામેશ્વરમ મંદિરમાં પ્રાર્થના કરવી અને વિકાસકામોનું સમર્પિત કરવું એ એક મહત્વપૂર્ણ ક્ષણ છે.
શ્રી મોદીએ કહ્યું કે તમિલનાડુમાં માળખાકીય વિકાસ તેમની સરકારની પ્રાથમિકતા છે.
શ્રી મોદીએ પ્રાચીન તમિલ સંસ્કૃતિ અને ભાષાનો ઉલ્લેખ કર્યો. તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી કે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં તબીબી શિક્ષણ મેળવવાની મંજૂરી આપવામાં આવે.
વર્ટિકલ લિફ્ટ સી બ્રિજને વીસમી સદીની અજાયબી ગણાવતા, તેમણે એન્જિનિયરોને અભિનંદન આપ્યા. આનાથી વેપાર, પર્યટન અને વ્યવસાય સરળ બનશે અને લોકોને રોજગારી મળશે.
શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં, સરકારના પ્રયાસોને કારણે, શ્રીલંકાની જેલમાંથી 3 હજાર 700 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ વર્ષે 600 થી વધુ માછીમારોનો સમાવેશ થાય છે.