પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે BIMSTEC સમિટમાં હાજરી આપવા માટે થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા છે
પ્રધાનમંત્રીની થાઈલેન્ડની આ ત્રીજી મુલાકાત હશે.પ્રધાનમંત્રી મોદી આજે સાંજે બેંગકોકમાં તેમના થાઈ સમકક્ષ પટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ દ્વિપક્ષીય સંબંધોના પ્રગતિની સમીક્ષા કરશે અને ભારત-થાઇલેન્ડ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરશે અને પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. તેઓ અનેક દ્વિપક્ષીય દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાના સાક્ષી પણ બનશે.
Site Admin | એપ્રિલ 3, 2025 8:25 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે BIMSTEC સંમેલનમાં હાજરી આપવા થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા