માર્ચ 30, 2025 8:04 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની ૧૨૦ કડીમાં સંબોધન કરતાં વિદ્યાર્થીઓને ઉનાળાના વેકેશન દરમિયાન સકારાત્મક પ્રવૃત્તિઓ કરવાની સલાહ આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની ૧૨૦ કડીમાં સંબોધન કરતાં વિદ્યાર્થીઓને ઉનાળાના વેકેશન દરમિયાન સકારાત્મક પ્રવૃત્તિઓ કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ ટેકનોલોજી શિબિરના માધ્યમથી એપ્લિકેશન બનાવવાની સાથે ઓપન સોર્સ સોફ્ટવેર વિશે પણ શીખી શકે છે. પ્રધાનમંત્રીએ યુવા પ્રેક્ષકો માટે માય ભારત નામના ખાસ કેલેન્ડર વિશે વાત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાપડના કચરાને સમગ્ર વિશ્વ માટે ચિંતાનું મોટું કારણ ગણાવ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું કે, વિશ્વમાં કાપડના કચરામાંથી માત્ર એક ટકા કપડાનું જ નવા કપડામાં રિસાઇકલિંગ થાય છે. ભારત વિશ્વમાં ત્રીજો દેશ છે જ્યાં મહત્તમ કાપડ કચરાનું ઉત્પાદન થાય છે. પ્રધાનમંત્રીએ જૂના કપડાના નિકાલ માટે કાર્ય કરતી સંસ્થાઓનાં પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ ઘણા રાજ્યોમાં જળ સંરક્ષણ કાર્યને નવી ગતિ મળી છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ કહ્યું કે દર વર્ષની જેમ આ વખતે પણ કેચ ધ રેઈન અભિયાન માટે તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જળ સંચય – જનભાગીદારી અભિયાન વધુને વધુ લોકોને જળ સંરક્ષણ સાથે જોડવા માટે ચલાવવામાં આવી રહ્યું છે
પ્રધાનમંત્રીએ તાજેતરમાં પૂર્ણ થયેલી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ વખતે આ રમતોમાં પહેલા કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આર્મ બોક્સર જોબી મેથ્યુના પત્રની પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આયોજિત પ્રથમ ફિટ ઇન્ડિયા કાર્યક્રમ વિશે વાત કરી,