માર્ચ 29, 2025 6:58 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે માર્ચ 2026 સુધીમાં નકસલવાદને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે માર્ચ 2026 સુધીમાં નકસલવાદને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. છત્તીસગઢનાં સુકમા જિલ્લામાં સલામતીદળોનો કાર્યવાહીનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, હિંસા અને શસ્ત્રોથી પરિવર્તન લાવી શકાશે નહીં. પણ શાંતિ  અને વિકાસની મદદથી જ પરિવર્તન શક્ય બનશે.  દરમિયાન છત્તીસગઢનાં સુકમા જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં 17 માઓવાદીઓ ઠાર થયાં છે. આ અથડામણમાં જિલ્લા અનામત દળનાં બે જવાનોને ઈજા થઈ છે. આ અંગે અમારા સંવાદદાતા જણાવે છે કે,