પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પ્રાકૃતિક ખેતી અને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો છે. શ્રી મોદી ગઈકાલે અમદાવાદના ધોલેરા નજીક બાવળિયાળી ખાતે સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઑનલાઈન માધ્યમથી જોડાયા હતા. દરમિયાન શ્રી મોદીએ કહ્યું, ગામડાઓનો વિકાસ એ વિકસિત ભારત બનાવવા તરફનું પ્રથમ પગલું છે. શ્રી મોદીએ શિક્ષણના મહત્વ પર પણ ભાર મુક્યો. તેમણે ભરવાડ સમુદાયના સેવા પ્રત્યેના સમર્પણ, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને ગૌરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી.આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં વિરાસતથી વિકાસની યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ભરવાડ સમાજની 75 હજારથી વધુ બહેનોએ પરંપરાગત હુડો રાસ રમીને વિક્રમ સર્જ્યો હતો.
Site Admin | માર્ચ 21, 2025 8:54 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પ્રાકૃતિક ખેતી અને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો.
