પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને શક્તિ અને સલામત વાપસીની શુભેચ્છા પાઠવી છે.
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશથી ઘરે પાછા ફરવા જઈ રહ્યા છે, અને શરૂઆતમાં એક અઠવાડિયાના મિશન માટે અવકાશમાં ગયા પછી આશરે નવ મહિના સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ફસાયેલા રહ્યા પછી આવતીકાલે પૃથ્વી પર પાછા ફરવાના છે. તેમના પત્રમાં, શ્રી મોદીએ વિલિયમ્સને અવકાશથી પાછા ફર્યા પછી ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું.
શ્રી મોદી દ્વારા લખાયેલો આ પત્ર કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો.
Site Admin | માર્ચ 18, 2025 8:16 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને શક્તિ અને સલામત વાપસીની શુભેચ્છા પાઠવી છે.