પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં વિવિધતામાં એકતાની ભાવનાના દર્શન થયા. લોકસભામાં મહાકુંભ પર નિવેદન આપતા
શ્રી મોદીએ કહ્યું, મહાકુંભ એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે જાગૃત રાષ્ટ્રની ભાવનાને રજૂ કરે છે. શ્રદ્ધા અને વારસા સાથે જોડાવાની ભાવના આજના ભારતની સૌથી મોટી સંપત્તિ છે. તેમણે નોંધ્યું કે, મહાકુંભ ભારતની ભવ્યતા વિશ્વ સમક્ષ રજૂ કરે છે. તેમણે જણાવ્યું કે, જ્યારે સમગ્ર વિશ્વ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે આ એકતાનો ભવ્ય પ્રદર્શન દેશની સૌથી મોટી તાકાત છે.
Site Admin | માર્ચ 18, 2025 7:55 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું- પ્રયાગરાજ મહાકુંભમાં વિવિધતામાં એકતાની ભાવનાના દર્શન થયા.
