ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 9:34 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી સાથે વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે બંને દેશના સંબંધના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. શ્રી લક્સન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવા રાષ્ટ્રપતિ ભવન પણ જશે.
શ્રી લક્સન આજે મુંબઈની મુલાકાત દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે. શ્રી લક્સનના પ્રવાસનો ઉદ્દેશ બંને દેશ વચ્ચેના સંબંધ ગાઢ બનાવવા અને પરસ્પર જનસંપર્કને વધારવાનો છે. ઉલ્લેખનીય છે કે, શ્રી લક્સન ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે પાંચ દિવસના ભારત પ્રવાસે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ