ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 2:03 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના

પ્રધાનમંત્રી મોદીએ પૉલેન્ડને મધ્ય યુરોપનું મહત્વનું આર્થિક ભાગીદાર ગણાવ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને પૉલેન્ડ લોકતંત્ર, બહુલવાદ તેમજ બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા માટે પતિબદ્ધ છે. પૉલેન્ડ અને યુક્રેનના પ્રવાસ માટે રવાના થતા પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનો આ પૉલેન્ડ પ્રવાસ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે યોજાઈ રહ્યો છે.
વધુમાં તેમણે પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડૂડા સાથે મુલાકાત લઈને લઈને ઉત્સુક હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે તેઓ પૉલેન્ડમાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે.
પ્રધાનમંત્રી તેમના યુક્રેન પ્રવાસ દરમિયાન વ્લોદોમીર ઝેલેન્સ્કી સાથે બેઠક કરશે. કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પ્રથમ યુક્રેન પ્રવાસ છે. તેમણે યુક્રેનમાં શાંતિ અને સ્થિરતાની આશા વ્યક્ત કરી હતી. શ્રી મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે દ્વીપક્ષીય સહકાર અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ