પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના મોરેશિયસ પ્રવાસે પહોંચ્યા છે, સેઇન્ટ લુઇસ એરપોર્ટ ખાતે મોરેશિયના પ્રધાનમંત્રી નવિનચંદ્ર રામગુલામે તેમનું સ્વાગત કર્યું હતું.
શ્રી મોદીએ જણાવ્યું કે, તેમની મોરેશિયસ મુલાકાત મિત્ર રાષ્ટ્ર સાથે સંવાદ કરવાનો અને વિવિધ ક્ષેત્રોમાં જોડાણનાં નવા ક્ષેત્રો ચકાસવાની સુંદર તક છે. પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા હોટલ ખાતે ભારતીય મૂળનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રી મોદી આજે મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખુલ અને પ્રધાનમંત્રી નવિનચંદ્ર રામગુલામ સાથે બેઠક કરશે અને ભારતીય મુળનાં લોકોનાં કાર્યક્રમમાં હાજર રહેશે.
શ્રી મોદી ભારતના ભંડોળથી શરૂ થયેલા 20 પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. તેઓ આવતી કાલે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે.
Site Admin | માર્ચ 11, 2025 2:23 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના મોરેશિયસ પ્રવાસે..
