પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરેશિયસની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે.નવી દિલ્હીમાં માધ્યમોને માહિતી આપતાં, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે, મોરેશિયસ સાથે ભારતના સંબંધ સદીઓ જૂના છે અને તે સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્ક દ્વારા જોડાયેલા છે આ સાથે મોરેશિયસ હિંદ મહાસાગરમાં ભારતના મુખ્ય ભાગીદારોમાંનો એક છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીની આ મુલાકાત બંને દેશોને ભાગીદારીની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે.દરમિયાન શ્રી મોદી, મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. કાર્યક્રમમાં ભારતીય સુરક્ષા દળો, ભારતીય નૌકાદળનું જહાજ અને વાયુસેનાની આકાશ ગંગા સ્કાય-ડ્વિંગ ટીમ પણ ભાગ લેશે.આ ઉપરાંત શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખને મળશે, પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે અને વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરશે. તેઓ ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે ઘણા કરારો પર પણ ચર્ચા કરવામાં આવશે.
Site Admin | માર્ચ 9, 2025 10:07 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરેશિયસની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે.
