ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 9, 2025 9:59 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવસારીના પ્રવાસ દરમિયાન લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. મોટાભાગની મહિલાઓએ સંવાદ દરમિયાન તેઓ શ્રી મોદીની નીતિઓ અને તેમણે આપેલી પ્રેરણાના કારણે લખપતિ દીદી બનવામાં સફળ રહી હોવાનું જણાવ્યું હતું. શ્રી મોદીએ પણ ત્રણ કરોડ લખપતિ દીદીનો લક્ષ્યાંક ટૂંક સમયમાં સિદ્ધ થઈ શકે છે અને આવનારા સમયમાં પાંચ કરોડનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.બેઠક દરમિયાન ડ્રૉન પાઈલટ સહિતની મહિલાઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. આ ઉપરાંત શ્રી મોદીએ લખપતિ દીદીઓને મોટા બજારનો ભાવ મળે તે હેતુથી તેમનો વ્યવસાય ઑનલાઈન પ્લેટફૉર્મ પર લાવવાનું સૂચન કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ વિકસિત ભારતનો માર્ગ મોકળો કરશે તેવો વિશ્વાસ પણ શ્રી મોદીએ વ્યક્ત કર્યો હતો.લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યા બાદ શ્રી મોદીએ એક સભાને સંબોધતાં કહ્યું, આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે.