માર્ચ 8, 2025 8:01 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાત છે. ગુજરાતે દેશને સહકારિતાનું સફળ મોડલ આપ્યું છે અને રાજ્યની મહિલાઓનાં શ્રમ અને સામર્થ્યથી જ ગુજરાતનું સહકારિતા મોડલ વિક્સ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાત છે. ગુજરાતે દેશને સહકારિતાનું સફળ મોડલ આપ્યું છે અને રાજ્યની મહિલાઓનાં શ્રમ અને સામર્થ્યથી જ ગુજરાતનું સહકારિતા મોડલ વિક્સ્યું છે.મહિલાઓનાં સન્માનને વિકાસની પહેલી સીડી ગણાવતા તેમણે જણાવ્યું કે, તેમની
સરકાર મહિલા સન્માનને પ્રાથમિકતા આપી રહી છે.પ્રધાનમંત્રીએ આ સંમેલનમાં 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું. પ્રધાનમંત્રીએ લખપતિ દીદી યોજનાનાં 10 લાભાર્થી સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દીકરીઓનાં ભણતર અને ગણતર માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે રાજ્યની મહિલાઓ લખપતિ દીદી બની છે.