કેન્દ્ર સરકારે મહિલા સન્માનને પ્રાથમિકતા આપી છે. અને આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ આ સંમેલનમાં 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું. શ્રી મોદીએ પાંચ લખપતિ દીદીઓને લખપતિદીદી પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરી હતી. કાર્યક્રમમાં આશરે એક લાખ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે રાજ્યની મહિલાઓ લખપતિદીદી બની છે.આ પ્રસંગે પ્રધાનમંત્રીએ લખપતિ દીદી યોજનાનાં 10 લાભાર્થી સાથે સંવાદ કર્યો હતો.
Site Admin | માર્ચ 8, 2025 7:20 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યુ છે કે તેમની સરકાર મહિલા સશક્તિકરણ માટે સમર્પિત છે
