પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ 2 દિવસ મોરિશિયસના પ્રવાસે જશે. તેઓ આ ટાપુ દેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી પણ ભારતીય નૌકાદળના જહાજ સાથે આ ઉજવણીમાં ભાગ લેશે.
શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ, પ્રધાનમંત્રી અને વરિષ્ઠ મહાનુભાવો તથા રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરશે. તેમ જ ભારતીય મૂળના લોકો સાથે પણ સંવાદ કરશે. શ્રી મોદી ભારતની અનુદાન સહાયથી બનાવાયેલા સિવિલ સર્વિસ કૉલેજ અને આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. મુલાકાત દરમિયાન અનેક કરારનું આદાન-પ્રદાન કરાશે.
Site Admin | માર્ચ 8, 2025 2:01 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ 2 દિવસ મોરિશિયસના પ્રવાસે જશે.
