માર્ચ 8, 2025 2:00 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનાં માર્ગે ચાલી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનાં માર્ગે ચાલી રહ્યું છે અને મહિલાઓનું સન્માન વિકાસની પહેલી સીડી છે. તેમણે જણાવ્યું કે, આજે સરકાર મહિલા સન્માનને પ્રાથમિકતા આપી રહી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 2014 બાદ દેશનાં મોટાં ભાગનાં ઊંચાં હોદ્દાઓ પર મહિલાઓ બિરાજમાન છે.
અગાઉ પ્રધાનમંત્રીએ લખપતિ દીદી યોજનાનાં 10 લાભાર્થી સાથે સંવાદ કર્યો.
પ્રધાનમંત્રીએ આ સંમેલનમાં 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું. શ્રી મોદીએ પાંચ લખપતિ દીદીઓને લખપતિ દીદી પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરી હતી. કાર્યક્રમમાં આશરે એક લાખ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જી-સફલ એટલે કે આજિવીકા વધારવા માટે અંત્યોદય પરિવારો માટે ગુજરાત યોજના અને અને જી-મૈત્રી એટલે કે ગ્રામીણ આવકમાં પરિવર્તન માટે ગુજરાત મેન્ટોરશિપનો શુભારંભ કરાવ્યો હતો.