પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરત ખાતે ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવતા દેશના દરેક પરિવારને પૂરતું પોષણ પુરૂ પાડવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.ગુણવત્તાયુક્ત પોષણની પહોંચ એ રાષ્ટ્રની પ્રગતિની ચાવી છે તે ભારપૂર્વક જણાવતા, તેમણે વિકસિત ભારતના નિર્માણમાં પોષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે એમ પણ ઉમેર્યું કે તેમની સરકાર આ દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકી રહી છે.દરમિયાન શ્રી મોદીએ મહિલા દિવસને નારીશક્તિઓની સિદ્ધિઓને ઉજવવાનો પ્રસંગ ગણાવ્યો હતો.આ પ્રસંગે તેમણે સુરત ખાતે બે લાખ 30 હજાર લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભોનું વિતરણ કર્યું હતું.બાદમાં સેલવાસ ખાતે પ્રધાનમંત્રીએ દાદાનગર હવેલી, દીવ – દમણને મોડેલ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે વિકસાવવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. સેલવાસ ખાતે તેમણે બે હજાર 587 કરોડ રૂપિયાના વિવિધ 62 કલ્યાણકારી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન – શિલાન્યાસ કર્યો હતો.
Site Admin | માર્ચ 8, 2025 10:56 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરત ખાતે ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવતા દેશના દરેક પરિવારને પૂરતું પોષણ પુરૂ પાડવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
