પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા, નગર હવેલી અને દમણ તેમજ દીવની બે દિવસની મુલાકાતે છે.શ્રી મોદી ગુજરાતના સુરત અને નવસારી અને દમણના સેલ્વાસમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી આજે સવારે સેલ્વાસના દાદરા અને નગર હવેલીમાં 2,587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સેલ્વાસમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.સુરતમાં, પ્રધાનમંત્રી સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરશે. સુરતમાં લગભગ બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભ મળશે. શ્રી મોદી આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નવસારીમાં ‘લખપતિ દીદી સંમેલન’માં હાજરી આપશે. પ્રધાનમંત્રી પચીસ હજારથી વધુ સ્વ-સહાય જૂથોની અઢી લાખ મહિલાઓને 450 કરોડ રૂપિયાથી વધુની સહાય આપશે.
Site Admin | માર્ચ 7, 2025 9:40 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા, નગર હવેલી અને દમણ દીવની બે દિવસની મુલાકાતે.