માર્ચ 6, 2025 8:20 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રના વિસ્તરણ માટે વૈશ્વિક સહકારી સંગઠનો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રના વિસ્તરણ માટે વૈશ્વિક સહકારી સંગઠનો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે સહકારી સંગઠનો દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પણ ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ આજે દેશમાં સહકારી ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, શ્રી મોદીએ કૃષિ પદ્ધતિઓ સુધારવા માટે નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને માટી પરીક્ષણ મોડેલ વિકસાવવાનું સૂચન પણ કર્યું.
પ્રધાનમંત્રીએ નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા માટે UPI ને RuPay અને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડવાના મહત્વનો ઉલ્લેખ કર્યો. તેમણે સહકારી ખેતીને વધુ ટકાઉ કૃષિ મોડેલ તરીકે પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ શાળાઓ, કોલેજો અને મેનેજમેન્ટ સંસ્થાઓમાં સહકારી અભ્યાસક્રમો શરૂ કરવાનો તેમજ ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા માટે સફળ સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો. બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય સહકારી નીતિ અને છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સહકાર મંત્રાલયની મુખ્ય સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી. સહકાર મંત્રી અમિત શાહ અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.