માર્ચ 6, 2025 8:10 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા, નગરહવેલી, દમણ અને દીવની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગુજરાતના સુરત, નવસારી અને દમણના સેલવાસમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મુલાકાતના પ્રથમ દિવસે, શ્રી મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના સેલવાસમાં 2 હજાર 587 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
શ્રી મોદી સેલ્વાસમાં એક જાહેર સભાને સંબોધિત પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કરવા માટે સુરત જશે. સુરતમાં લગભગ 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભ મળશે.
8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, શ્રી મોદી નવસારીમાં ‘લખપતિ દીદી સંમેલન’માં હાજરી આપશે. પ્રધાનમંત્રી 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથોની અઢી લાખ મહિલાઓને 450 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરશે.