માર્ચ 6, 2025 9:21 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના હરસિલમાં જાહેર સભાને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ મુખવામાં મા ગંગાની પૂજા અને દર્શન કરશે. શ્રી મોદી એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે અને હરસિલમાં એક જાહેર કાર્યક્રમમાં સભાને સંબોધિત કરશે.ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળુ પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના શિયાળુ સ્થાનોની મુલાકાત લઈ ચૂક્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક અર્થતંત્ર, હોમસ્ટે, પર્યટન વ્યવસાયો વગેરેને વેગ આપવાનો છે.