માર્ચ 5, 2025 1:47 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરાખંડના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરાખંડના પ્રવાસે જશે. શ્રી મોદી મુખવામાં મા ગંગાની પૂજા-અર્ચના અને દર્શન કરશે. શ્રી મોદી એક ટ્રૅક અને બાઈક રેલીને લીલીઝંડી બતાવશે તેમ જ હરસિલમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે.
ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળું પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ પહેલા જ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના શિયાળુ નિવાસસ્થાનનો પ્રવાસ કરી ચૂક્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવું અને સ્થાનિક અર્થવ્યવસ્થા, પ્રવાસન વેપારને પ્રોત્સાહન આપવાનો છે.