માર્ચ 3, 2025 9:20 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત યાત્રાના છેલ્લાં તબક્કામાં આજે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરશે.
પ્રધાનમંત્રી ગીરમાં સિંહ સદન પરિસરમાં વૃક્ષારોપણ કરશે, ત્યારબાદ વન્યજીવન સંરક્ષણ અને સંચાલન માટે કર્મચારીની પેટ્રોલિંગ બાઇક રેલીને લીલીઝંડી આપી રવાના કરશે.પ્રધાનમંત્રી ઇકો ગાઇડ્સ, ટ્રેકર્સ અને ફિલ્ડ સ્ટાફ સાથે સંવાદ પણ કરશે.શ્રી મોદીએ ગઈકાલે, જામનગરમાં વનતારા પ્રાણી બચાવ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રીએ મોડી સાંજે સાસણ ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી.