ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન, આજે જામનગર, સોમનાથ અને સાસણ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન, આજે જામનગર, સોમનાથ અને સાસણ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરમાં પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર, વનતારાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. શ્રી મોદી આવતી કાલે એશિયાઇ સિંહનાં નિવાસસ્થાન ગીર નેશનલ પાર્કમાં સફારી માણશે. ત્યારબાદ વિશ્વ વન્યજીવ દિવસ પ્રસંગે રાષ્ટ્રીય વન્ય જીવ બૉર્ડની સાતમી બેઠકમાં ભાગ લેશે. શ્રી મોદી આ બોર્ડના અધ્યક્ષ છે.