પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરના પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા શ્રી મોદી આજે બપોર પછી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરશે, તેમ જ શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ કરશે.
શ્રી મોદી આવતીકાલે એશિયાઇ સિંહનાં નિવાસસ્થાન ગીર નેશનલ પાર્કમાં સફારી માણશે. ત્યારબાદ વિશ્વ વન્યજીવ દિવસ પ્રસંગે રાષ્ટ્રીય વન્ય જીવ બૉર્ડની સાતમી બેઠકમાં ભાગ લેશે. શ્રી મોદી આ બોર્ડના અધ્યક્ષ છે.
Site Admin | માર્ચ 2, 2025 3:26 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરના પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી