ફેબ્રુવારી 28, 2025 1:52 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાં-એ-ખુસરો 2025 માં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાં-એ-ખુસરો 2025 માં ભાગ લેશે. 2 માર્ચ સુધી યોજાનાર આ મહોત્સવમાં અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારો એકત્ર થશે.રૂમી ફાઉન્ડેશન દ્વારા આયોજિત, આ મહોત્સવ આ વર્ષે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે. તેની શરૂઆત પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને કલાકાર મુઝફ્ફર અલી દ્વારા 2001 માં કરવામાં આવી હતી. મહોત્સવ દરમિયાન, પ્રધાનમંત્રી T.E.H.બજાર (ધ એક્સપ્લોરેશન ઓફ ધ હેન્ડમેડ) ની પણ મુલાકાત લેશે, જેમાં એક જિલ્લો એક ઉત્પાદન હસ્તકલા અને દેશભરની અન્ય વિવિધ ઉત્કૃષ્ટ કલાકૃતિઓ, હસ્તકલા અને હાથવણાટ પરની ટૂંકી ફિલ્મો, અન્ય વસ્તુઓ દર્શાવવામાં આવશે.