ફેબ્રુવારી 28, 2025 9:44 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા, ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા, ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો છે.
નવી દિલ્હીમાં ગઇકાલે આયુષ ક્ષેત્રની સમીક્ષા કરવા યોજાયેલ એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ પરંપરાગત દવાઓમાં અગ્રણી તરીકે દેશની વૈશ્વિક સ્થિતિ વધારવામાં આ ક્ષેત્રના મહત્વપૂર્ણ યોગદાન પર ભાર મૂક્યો. તેમણે આ ક્ષેત્રની સુલભતા અને વૃદ્ધિ, વિશ્વભરમાં તેની વધતી જતી સ્વીકૃતિ અને ટકાઉ વિકાસ અને રોજગાર સર્જનને આગળ વધારવાની તેની સંભાવના વિશે વાત કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર સંશોધન અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આયુષ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે યોગ, નિસર્ગોપચાર અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે સર્વાંગી અને સંકલિત આરોગ્ય અને માનક પ્રોટોકોલને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ તમામ હિતધારકોને પ્રામાણિકતાના ઉચ્ચતમ ધોરણો જાળવવા નિર્દેશ આપ્યો. તેમણે જણાવ્યું કે, આયુષ ક્ષેત્રે ઝડપી આર્થિક વૃદ્ધિ દર્શાવી છે.