પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો છૂટા કરશે.આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક
6 હજાર રૂપિયા આપવામાં આવે છે. દેશભરના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ કાર્યક્રમોનું આયોજન કરાશે, જેમાં લગભગ અઢી કરોડ ખેડૂતો આ કાર્યક્રમમાં રૂબરૂ અથવા વર્ચ્યુઅલ રીતે જોડાશે.પ્રધાનમંત્રીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ થવા અંગે દેશના ખેડૂતોને અભિનંદન આપ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં મોદીએ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં પહોંચ્યા તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યું કે, લાખો નાના ખેડૂતોને નાણાકીય મદદ પૂરી પાડવાને કારણે હવે તેમને બજાર સુલભ બન્યું છે.આ સાથે કૃષિનો ખર્ચ ઘટ્યો છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે. બીજા સંદેશમાં મોદીએ રાષ્ટ્રને તેના ખેડૂતો પર ગર્વ હોવાનું કહ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 24, 2025 2:21 પી એમ(PM) | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છૂટો કરશે