પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ‘સૌ માટે આરોગ્ય’ એતેમની સરકારના સંકલ્પ – ‘સબકા સાથ, સબ કા વિકાસ’નો મુખ્ય આધારસ્તંભ છે. આજે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ ચિકિત્સા અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનો શિલાન્યાસ કરતી વખતે, શ્રીમોદીએ કહ્યું કે આ વર્ષના બજેટમાં કેન્સર સામે લડવા માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. શ્રી મોદીએ કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી કરવામાં આવશે, અને આગામી 3 વર્ષમાં દેશના દરેક જિલ્લામાં કેન્સર ડેકેર સેન્ટર ખોલવામાં આવશે. અત્યાધુનિક મશીનો અને નિષ્ણાત ડોકટરોથી સજ્જ આ હોસ્પિટલમાં ગરીબ કેન્સર દર્દીઓને નિશુલ્ક સારવાર મળશે. શ્રી મોદી ભોપાલમાં બે દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન પણ કરશે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 7:09 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ‘સૌ માટે આરોગ્ય’ એતેમની સરકારના સંકલ્પ – ‘સબકા સાથ, સબ કા વિકાસ’નો મુખ્ય આધાર સ્તંભ છે