ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 18, 2024 2:08 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં નવનિયુક્ત પ્રધાનમંત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં નવનિયુક્ત પ્રધાનમંત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને અભિનંદન પાઠવ્યા છે. તેમનાં સફળ કાર્યકાળની પ્રાર્થના કરતાં, પ્રધાનમંત્રીએ આગામી સમયમાં બંને દેશના સબંધ વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ કહ્યું, બંને દેશ વચ્ચે સંસ્કૃતિ, સભ્યતા અને જનસંપર્ક પર આધારિત સંબંધોનો ઐતિહાસિક વારસો છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રધાનમંત્રી થાકસિનનાં પુત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને આજે સવારે ફેઉ થાઈ પાર્ટી મુખ્યમથકમાં થાઈલેન્ડના 31મા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવાનો શાહી આદેશ મળ્યો છે. 37 વર્ષીય પેન્તોગર્ટાન ઇતિહાસમાં સૌથી ઓછી વયનાં અને બીજા મહિલા પ્રધાનમંત્રી છે.