ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 10:18 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે શ્રી મસ્ક સાથે અવકાશ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેના માટે શ્રી મસ્ક ખૂબ જ પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે સુધારા અને લઘુત્તમ સરકાર-મહત્તમ શાસનને આગળ વધારવા માટેના ભારતના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે શ્રી મસ્કના પરિવારને મળીને અને વિવિધ વિષયો પર ચર્ચા કરીને પણ આનંદ થયો.