ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 12, 2025 8:10 પી એમ(PM) | પ્રથમ ભારતીય દૂતાવાસ

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ આજે ફ્રાન્સના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું ઉદ્ધાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આજે ફ્રાંસના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આજે સવારે બંને નેતાઓએ શહેરમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમણે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને મઝારગ્યુસ યુદ્ધ કબ્રસ્તાન ખાતે શ્રદ્ધાંજલિ પણ આપી હતી. રાષ્ટ્રમંડળ યુદ્ધ કબર આયોગ દ્વારા સંચાલિત આ કબ્રસ્તાનમાં એક હજાર સાતસોથી વધુ સૈનિકોની કબર આવેલી છે. સૈનિકોની સેવાના સન્માનમાં 1925માં અહીં સૌપ્રથમ એક ભારતીય સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મોદી અને મેક્રો પેરિસમાં ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમોની શ્રેણી પૂર્ણ કર્યા પછી આજે સવારે માર્સે પહોંચ્યા હતા. માર્સેમાં તેમના આગમન પર ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.બંને નેતાઓ ભારત અને ફ્રાન્સના સમાવેશવાળા એક મુખ્ય વૈશ્વિક પહેલ એવા આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ટકાઉ વિકાસ માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવાનો છે, જે સ્વચ્છ ઊર્જા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર બે દિવસની અમેરિકા મુલાકાત પર રવાના થયા છે.