ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 10, 2025 2:03 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસ માટે રવાના થયા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસ માટે રવાના થયા છે. નવી દિલ્હીથી રવાના થતા અગાઉ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મેક્રોના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે.
પ્રધાનમંત્રી ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રો સાથે ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારી માટે 2047 હોરાઇઝન રોડમેપ પર પ્રગતિની સમીક્ષા કરશે અને માર્સિલેનીમાં પ્રથમ ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે તેઓ  આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે અને પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને મઝારગ્યૂઝ યુદ્ધ કબ્રસ્તાનમાં
શ્રદ્ધાંજલિ પણ આપશે.ફ્રાંસથી તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર બે દિવસની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે જશે. જાન્યુઆરીમાં ટ્રમ્પની ઐતિહાસિક ચૂંટણી જીત અને શપથગ્રહણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી મુલાકાત છે. તેમણે પોતાના નિવેદનમાં ટ્ર્મ્પના અગાઉના કાર્યકાળમાં થયેલી ભાગીદારીને પણ યાદ કરી હતી.