ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માન્યો; દિલ્હીમાં વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની આપી ખાતરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માનતા કહ્યું કે, હવે દિલ્હીને વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધા મળશે. ગઈકાલે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં ભાજપ કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, NDA નો અર્થ સુશાસન અને વિકાસ છે. તેમણે કહ્યું કે, 21મી સદીમાં જન્મેલા યુવાનો હવે પહેલીવાર દિલ્હીમાં ભાજપનું સુશાસન જોશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપની ડબલ એન્જિન સરકારમાં દેશનો વિશ્વાસ દર્શાવે છે.
શ્રી મોદીએ સંતોષ વ્યક્ત કર્યો કે, સમાજના દરેક વર્ગે મોટી સંખ્યામાં ભાજપને મતદાન કર્યું. તેમણે નારી શક્તિને આપેલા દરેક વચનને પૂર્ણ કરવાની ખાતરી આપી