ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 8, 2025 8:44 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકત્ર કરતી વૈશ્વિક સમિટ, WAVES ના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠક યોજી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકત્ર કરતી વૈશ્વિક સમિટ, WAVES ના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠક યોજી હતી.

તેમણે ભારત અને વિશ્વના ટોચના વ્યાવસાયિકો સાથે વાતચીત કરી,જેમાં અભિનેતા અમિતાભ બચ્ચન, દિલજીત દોસાંઝ, રજનીકાંત, શાહરૂખ ખાન, રણબીર કપૂર, ચિરંજીવી, અનિલ કપૂર, અક્ષય કુમાર અને અનુપમ ખેરનો સમાવેશ થાય છે. તેમણે સંગીત નિર્દેશક એ. આર. રહેમાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, માઇક્રોસોફ્ટના વડા સત્ય નડેલા, મહિન્દ્રા અને મહિન્દ્રાના અધ્યક્ષ
આનંદ મહિન્દ્રા અને અન્ય લોકો સાથે પણ વાતચીત કરી.સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે, સલાહકાર બોર્ડના સભ્યો જીવનના વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. તેમણે ઉમેર્યું કે, તેઓએ માત્ર તેમના સમર્થનનો પુનરોચ્ચાર જ કર્યો નથી, પરંતુ ભારતને વૈશ્વિક મનોરંજન કેન્દ્ર બનાવવાના ભારતના પ્રયાસોને કેવી રીતે વધુ મજબૂત બનાવવા તે અંગે
મૂલ્યવાન સૂચનો પણ રજૂ કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.