ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 6, 2025 2:05 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ વખતે ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ, ભૂમિ પેંડણેકર, અભિનેતા વિક્રાન્ત મેસ્સી અને રમતગમત ક્ષેત્રના અનેક અગ્રણીઓ પણ પ્રધાનમંત્રી સાથે મળીને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે.
ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પરીક્ષા સંબંધિત તણાવને શીખવાના ઉત્સવમાં બદલવાની આ પહેલ વર્ષ 2018માં શરૂ થઈ હતી. આ વર્ષે પરીક્ષા પે ચર્ચાની આઠમી આવૃત્તિ માટે દેશભરમાંથી 3 કરોડ 56 લાખ જેટલા લોકોએ નોંધણી કરાવી છે.